Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પેટલાદ નજીક વિરોલમાં મધરાત્રે તસ્કરોએ શિક્ષકના ઘરમાંથી 1.15 લાખની મતા તફડાવી

પેટલાદ:નજીક આવેલા વિરોલ (સી)ગામે આવેલા વાડી વિસ્તારમાં રહેતા એક શિક્ષકના ઘરમાં ગઈકાલે મધરાતના સુમારે ત્રાટકેલા તસ્કરો દોઢ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ જશભાઈ પટેલ ગઈકાલે રાત્રીના સુમારે પરિવાર સાથે આગળના રૂમમાં સુઈ ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની પાછળના ખેતરમાંથી બારીનો દરવાજો તોડીને અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ બે તિજોરીઓ તોડીને અંદરથી ૫ તોલાના સોનાના દાગીના, ૫૦૦ ગ્રામ ચાંદીના છડા, છ સિક્કા તેમજ મુર્તી મળીને કુલ દોઢ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે સાડા છ વાગ્યાના સુમારે ઉઠેલા ભાવિનભાઈએ જોયું તો તિજોરીનો બધો સામાન વેરવિખેર પડેલો હતો અને મકાનની પાછળ આવેલી બારીનો દરવાજો તુટેલો હતો જેથી તપાસ કરતાં ઉક્ત રકમની ચોરી થવા પામી હતી. 

તેઓએ તુરંત જ પેટલાદ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ઘરી હતી.

(5:56 pm IST)