Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

'સ્કુલ ઓન વ્હીલ' પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી - ના. મુખ્યમંત્રી

રાજય સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન - સૌને શિક્ષણનો નવતર અભિગમ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ દ્યરઆંગણે પૂરૃં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે 'સ્કૂલ ઓન વ્હીલ' હરતી-ફરતી શાળાનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. સર્વશિક્ષા અભિયાન દ્વારા આ હેતુસર રૂ. ૩.પ૦ લાખના અંદાજીત ખર્ચે રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.

આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે જેથી રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, ૩.૭ કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર૯ ઇંચ ટી.વી., સેટઅપ બોકસ (ડી-ટુ-એચ), ૬ પંખા અને ૬ એલ.ઇ.ડી. લાઇટ, ફાયર એસ્ટિંગવિસર તથા પીવાના પાણી માટેની ટેન્ક, એક ખુરશી, ૧૮ રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. આ પ્રયોગ સફળ થયેથી આગામી સમયમાં વધુ ૩૦ જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગથી 'સ્કૂલ ઓન વ્હિલ' પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું રાજય સરકારનું આયોજન છે.

આ સ્કૂલ ઓન વ્હીલના પ્રારંભ અવસરે સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબહેન, રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, વાસણભાઇ આહીર, મુખ્ય સચિવ શ્રી ડો. જે. એન. સિંહ, ગુજરાત એસ.ટી. નિગમના એમ.ડી. શ્રીમતી સોનલ મિશ્રા તથા સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ જોડાયા હતા.(૩૭.૧૨)

(2:43 pm IST)
  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST