News of Thursday, 12th July 2018

ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા:રાહુલ ગાંધીએ કર્યું સ્વાગત

રાહુલ ગાંધી સાથેની બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા :પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ રહયા હાજર

રાજકોટ ;ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના નેતા એવા મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા છે કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી
  આ બેઠકમાં રાહુલ ગાંધીએ કનુભાઈ  કલસરિયાનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતું  અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહ્યા હતા   
  કનુભાઈ આગામી લોકસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. કનુ કલસરિયાને ભાવનગર કે પછી અમરેલી બેઠક પરથી કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે અત્રે . ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ૧૬-૧૭ જુલાઈ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમ્યાન કનુ કલસરિયા તેમની સાથે પ્રવાસમાં જોવા મળી શકે છે.

(9:13 am IST)
  • રાત્રે 9 વાગ્યે : રાજકોટની આજી નદી બે કાંઠે :રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યાં :ન્યારી-1 ડેમ મધ્યરાત્રિ સુધીમાં અડધો ભરાઈ જાય તેવી જોરદાર પાણીની આવક ચાલુ access_time 9:23 pm IST

  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST