Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

આડા સંબંધનો કરૂણ અંજામ: પત્ની સંગીતાને જંગલમાં લઈ જઈ ક્રૂર હત્યા કરી: પતિ શૈલેષની ધરપકડ: અલગ-અલગ જગ્યાએથી લાશના અવશેષો કબજે લીધા

ગોધરા: તાલુકાના એરંડી ગામના રહીશ અને મોરવા હડફ તાલુકાના કડાદરા ગામેથી ગુમ થયેલા પતિ અને પત્નીની શોધખોળ કરતા હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીના આડા સંબંધને લઈને પતિએ જ પત્નિની હત્યા કરી લાશને જંગલમાં નાખી દીધી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે હત્યાના ગુનામાં પતિ  શૈલેષની અટકાયત કરીને મેહુલીયા ગામના જંગલમાં હત્યા સ્થળે લઇ જઇને મૃતક સંગીતાની લાશના અવશેષો અલગ અલગ જગ્યાએથી શોધી ભેગા કરીને ગોધરા સિવિલ હોસ્પીટલના પીએમ રૂમમાં મોકલવામાં આવ્યા હતાં. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોધી શૈલેષની ધરપકડ કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ પત્ની સંગીતાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું સંગીતાનો મોબાઈલ જોતા જણાઈ આવ્યું હતું. જેને લઈને બંને વચ્ચે પ્રથમ તકરાર થઇ હતી, તકરાર બાદ પતિ શૈલેશે પત્નિને જાનથી મારી નાખવાનું નક્કી કરી જંગલમાં લઇ જઇને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

(7:02 pm IST)