Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગાંધીનગર:હિટ એન્ડ રન: ચિલોડા-નરોડા હાઇવે નજીક 30 વર્ષીય અસ્થિર મગજના યુવાનને વાહન ચાલકે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે અને તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માથુ ઉંચકયું છે ત્યારે ગઈકાલે વહેલી સવારે ચિલોડા-નરોડા હાઈવે ઉપર વલાદ ગામના પાટીયા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. અહીં રસ્તો ઓળંગી રહેલા કોઈ રપથી ૩૦ વર્ષના અસ્થિર મગજના યુવાનને અજાણ્યો વાહનચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જેના પગલે સ્થાનિકોએ આ મામલે ડભોડા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો હતો. સ્થાનિકોના મતે છેલ્લા થોડા દિવસથી આ અસ્થિર મગજનો યુવાન અહીં ફરતો હતો. જેથી તેના વાલીવારસોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

(6:11 pm IST)