Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદમાં કર્ફયુ દરમિયાન

જન્મ દિવસની જાહેર ઉજવણી અને તલવારથી કેપ કાપતા એકની ધરપકડ

અમદાવાદ તા. ૧રઃ કોરોના સંક્રમણ રોકવા માટે અમદાવાદમાં હાલ રાત્રી કર્ફયુ લાગુ છે. તેમ છતાં ૧૦ તારીખે કર્ફયુ દરમિયાન નિકોલના લાલકૃષ્ણ એપાર્ટમેન્ટના કોમન પ્લોટ ગાર્ડનમાં સાર્વજનિક રૂપે ભેગા થઇ માસ્ક પહેર્યા વિના જન્મદિવસ ઉજવવા અને તલવારથી કેક કાપવાનો મામલો સામે આવ્યો છે. જેની સુચના મળતા નિકોલ પોલીસે કાર્યવાહી કરતા જનમદિન ઉજવનાર નિલેશ દંતાણીની ધરપકડ કરી તલવાર પણ જપ્ત કરેલ.

(3:11 pm IST)