Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વાવાઝોડુ અરબસાગર લાગુ સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકિનારા નજીકથી પસાર થશે

હાલના મોડલ મુજબ વાવાઝોડુ સિધી કે આડકતરી રીતે અસરકર્તા રહેશેઃ સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના અલગ- અલગ વિસ્તારમાં તોફાની પવન, ઝાપટા કે વરસાદની સંભાવના

રાજકોટઃ મેઘરાજાએ ચોમાસા પૂર્વેની તૈયારી શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી અમુક- અમુક વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસી જાય છે. દરમિયાન આ સિઝનનું પ્રથમ વાવાઝોડુ અરબસાગરમાં ઉદ્દભવી રહ્યું છે. હાલના  ફોરકાસ્ટ મોડોલો મુજબ આ વાવાઝોડુ અરબસાગર લાગુ સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકિનારા નજીકથી પસાર થનાર છે. જેથી સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના અલગ વિસ્તારોમાં તોફાની પવન કે ઝાપટા કે વરસાદની શકયતા હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારમાં છાંટા છુંટી થયેલ. હજુ પણ અમુક વિસ્તારોમાં બપોરે બાદ માવઠુ વરસી જાય છે.

વેધરની ખાનગી સંસ્થા જણાવે છે કે અરબસાગરમાં આ મહિને મે-માસમાં વાવાઝોડું બનશે. ઉપરાંત બે દિવસ પુર્વે અરબસાગરમાં વાવાઝોડું બનશે તેવી શકયતા દર્શાવેલ. અલગ અલગ વેધર મોડલના અભ્યાસના આધારે લો પ્રેસર થયા બાદ સિસ્ટમ્સ ઉતરોતર મજબુત બનતી જશે અને મુખ્યત્વે ઉતર તરફ ગતિ કરતી જશે. હાલ એટલુ કહી શકાય કે અતિતિવ્ર વાવાઝોડું તા.૧૬/૧૭ થી તા.૧૯/૨૦ દરમ્યાન અરબ સાગર લાગું સૌરાષ્ટ્ર કચ્છના સમાંતર દરીયા કીનારા નજીકથી પસાર થશે.

હાલ વિવિધ મોડલના સિનારીયા મુજબ વાવાઝોડુ સિધી રીતે કે આડકતરી રીતે અસરકર્તા તો રહેશે જ. વાવાઝોડાની અસર સ્વરૂપ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વિસ્તાર પ્રમાણે તિવ્ર પવનો કે ઝાપટા અને વરસાદની શકયતા છે. અલગ અલગ વેધર મોડલમાં વાવાઝોડા ટ્રેકમાં ફર ફર થતા જ હોય છે...હજુ ફર ફર થયા રાખશે.જ્યાં સુધી વાવાઝોડું ખતમના થાય ત્યાં સુધી નજર રાખવી જરૂરી. વાવાઝોડું બન્યા બાદથી લઇને લેન્ડફોલના કરે ત્યાં સુધી ટ્રેક ઉપર નજર રહેશે.

   સિસ્ટમ્સ અતિ તિવ્ર વાવાઝોડા સુધી કે વધુ મજબુત થવાની શકયતા હોય. હવામાન વિભાગ કહેએ મુજબની સુચનાઓનું પાલન કરવું.

(11:40 am IST)