Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

અમદાવાદમાં સસ્તાદરે મકાનની લાલચ આપીને કરોડોની છેતરપિંડી :ચાર મહિલાઓને કસ્ટડીમાં :મુખ્ય આરોપી ફરાર

ચાંદખેડામાં છ લાખમાં મકાનની લાલચ આપીને 500 લોકો પાસે ફોર્મ ભરાવી 50થી 60 હજાર પડાવ્યા

અમદાવાદમાં ગરીબ લોકોને સસ્તાદરે મકાન આપવાની લાલચ આપીને છેતરપીંડી કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલી ટીપી 44માં 4 માળના બની રહેલા મકાન માત્ર 6 લાખ રૂપિયામાં મળશે તેવી લાલચ ગરીબોને લૂટ્યા છે.

 ગરીબોને મકાનની સસ્તાદરે મકાનની લાલચ આપીને આશરે 500 લોકો પાસેથી મકાનનું ફોર્મ ભરાવીને મકાન પેટે રૂપિયા 50,000 થી 60,000 સુધી પડાવી લીધા હોય તેવી ફરિયાદ નરેદ્ર રાઠોડ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ કરોડોની છેતરપીંડીમાં આરોપીને સહકાર આપનાર 4 મહિલાઓને હાલ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાઈ છે.

   મુખ્ય આરોપી અમરત દેસાઈ કે, જે હાલ ફરાર થયો છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ યોગ્ય ચકાસણી કર્યા આ તમામ લોકો જે રીતે સસ્તા મકાન મેળવવાની લાલચમાં પડ્યા તે સમયે તેમના પૈસા ડૂબી જશે તેવું વિચાર્યું પણ નાં હતું. ત્યારે હવે તમામ પીડિતો ન્યાય મળે તે માટે સરકાર અને પોલીસ પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.

(8:52 pm IST)