Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

મોડાસા તાલુકાના અમલાઈકંપા નજીક બે ડમ્પર સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક ચાલકનું ઘટનાસ્થળેજ મોત

મોડાસા:તાલુકાના અમલાઈકંપા ગામે મકાઈનુ ભૂસું લેવા ડમ્પર લઈ ખેતરમાં ગયેલા ચાલકને અન્ય એક ડમ્પરના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.અને આ અકસ્માતમાં અન્ય ડમ્પર નીચે ચગદાઈ જતાં ૫૫ વર્ષિય ડમ્પર ચાલકનું મોત નીપજયું હતુ.

જયારે મોડાસા રૂરલ પોલીસે અકસ્માત સર્જી ડમ્પર ઘટના સ્થળે મૂકી ભાગી જનાર સરવણા ગામના આરોપી ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડી ગામના ૫૫ વર્ષિય બાલુસિંહ જવાનસિંહ મકવાણા સરડોઈ ગામના એક ડમ્પરના માલીકના ત્યાં ડમ્પર ચાલકની ફરજ બજાવતા હતા. રોજના રૂટીંગ મુજબ ગત બુધવારે  સવારે ૫ વાગે આ બાલુસિંહ ડમ્પર લઈ રેતી લેવા સારૂ ગયા હતા.પરંતુ કોઈ કારણસર જયારે આ ડમ્પર ચાલક મોડાસા તાલુકાના અમલાઈકંપા ગામે મકાઈનું ભૂસું લેવા પહોંચ્યા હતા અને ખેતરમાં ઉભા હતા. ત્યારે અન્ય એક ડમ્પર નં.જીજે.૯.એવી.૨૫૪૩ ના ચાલકે ખેતરમાં ઉભેલા બાલુસિંહ મકવાણાને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં ડમ્પર અન્ય ડમ્પરના ચાલક ઉપર ચડી જતાં ચાલક ચગદાઈ જતાં પહોંચેલ ગંભીર ઈજાઓને લઈ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

(4:27 pm IST)