Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ડ્રગ્સ ફ્રી સુરત અભિયાન પાર્ટ-૨ શારીરિક અને માનસિક રીતે યુવા વર્ગને સજજ કરવા રાજય વ્યાપી બોડી બિલ્ડર સ્પર્ધા યુવાનો ઉમટી પડયા

યુવાધનને નશાની ગર્તામાં ધકેલાતી રોકવાના સુરત પોલીસ કમિશ્નરના અભિયાનથી લોકો પ્રભાવિત, લોકો માટે પ્રમાણમાં જોડાઈ રહ્યા છે : રાષ્ટ્રિય લેવલના બોડી બિલ્ડરથી લઈ ઉપસ્થિત તમામ સેલિબ્રિટી અજય કુમાર તોમર પર આફ્રિન

રાજકોટ તા.૧૨: યુવા પેઢી નશાની ગર્તામાં ધકેલાઈ તે માટે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ એસ. આઈ દ્વારા પ્રોક્ષી યુદ્ધના ભાગ રૂપે ચાલતી પ્રવૃત્તિ પર બ્રેક મારવા માટે ખુદ વડા પ્રધાન દ્વારા ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. મુંબઈમાં આ દુષણ યુવા યુવતીમા પરાકાષ્ઠા પર છે ત્યારે મુંબઈ શહેરથી નજીક આવેલ સુરતમાં આવું દુષણ રોકવા માટે જબરજસ્ત અભિયાન ચાલી રહ્યું છે.   સુરત શહેરને ડ્રગ્સ મુકત બનાવવા માટેનું આ અભિયાન કોઈ સામાજિક અગ્રણી દ્વારા નહિ, સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જોર શોરથી ચાલતા આ અભિયાન અંતર્ગત સ્થાનિક પોલીસ સાથે ડીસીબી , પીસીબી અને એસ. ઓ.જી. બ્રાન્ચ પણ આ. બાબતને પ્રાથમિકતા આપે છે.વિવિધ સામાજિક સંસ્થાઓ પણ અજય કુમાર તોમર દ્વારા ચાલતા પ્રયાસોથી પ્રભાવિત થઈ આ અભિયાનમાં જોડાયા છે.વિવિધ છત્રની સેલિબ્રિટી પણ આ અભિયાનને બળ આપે છે.આવા પ્રયાસો સઘન બનાવવા માટે સુરતમાં સર્વ પ્રથમ વખત બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજી હતી. યુવાનોમાં શરીર મજબૂત બનાવવા જાગૃતિ લાવવા યોજાયેલ આ સ્પર્ધા ખૂબ સફળ રહી.પોલીસનો યુવા સ્ટાફ પણ મોટા પ્રમાણમાં સામેલ થયો. સારો દેખાવ કરનારને ઈનામો પણ અપાયા. રાષ્ટ્રિય લેવેલના જાણીતા બોડી બિલ્ડર પ્રેમ ચંદ ડોગ્રા પણ સમારોહમાં હાજર રહી યુવાનોને ડ્રગ મુકત બનાવવા માટે શારિરીક માનસિક રીતે મજબૂત બનાવવા માટે અજય કુમાર તોમરના પ્રયાસોની તમામ અગ્રણીઓ દ્વારા મોહ ફાટ પ્રસંશા થઈ,  જેની નોંધ ગાંધી નગર થી  દિલ્હી સુધી લેવાઇ રહી છે.

(3:24 pm IST)