Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર ઘોષિત

બંને આજે ઉમેદવારીપત્ર દાખલ કરવા તૈયાર : ભારે ગુપ્તતા સાથે કોંગ્રેસના ઉમેદવાર : અંદરખાને નિર્ણયો

અમદાવાદ,તા.૧૨ : રાજ્યસભાની ચૂંટણી માટે અટકળોનો દોર વચ્ચે આજે કોંગ્રેસ તરફથી પણ બે ઉમેદવારના નામજાહેરા કરી દેવામાં આવ્યા હતા જેના ભાગરુપે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ અને ભરતસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લ દિવસે ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારને લઇને પસંદગી માટે જોરદાર કવાયત ચાલી રહી હતી. જુદા જુદા નામ ઉપર ચર્ચાઓ ચાલી રહી હતીરાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારોની નોંધાવવા આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસના ધારાસભ્યો ઋત્વિક મકવાણા, બળદેવજી ઠાકોર સહિતના નેતાઓ અને આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ કચેરી પહોંચી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળીને ઉમેદવાર સંદર્ભે રજૂઆત કરી હતી

       સાથે સાથે બહારના ઉમેદવારને લઇ બળાપો ઠાળવ્યો હતો. સાથે સાથે રાજીવ શુકલા જેવા બહારના ઉમેદવારને બદલે ગુજરાતના સ્થાનિક ભરતસિંહ સોલંકી સહિતના સિનિયર  નેતાઓને રાજયસભાની ઉમેદવારી આપવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતીઆમ, કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક નારાજગીનો સૂર સામે આવ્યો હતો. કોંગ્રેસમાં નારાજગીના સૂર સામે આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા કોંગી હાઇકમાન્ડ, દિલ્હી સમક્ષ પણ મામલે ધ્યાન દોરી રજૂઆત કરવામાં આવી હતીઆખરે મોડી સાંજે ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજયસભાની ચૂંટણી માટે તા. માર્ચથી ૧૩ માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકવાનો સમયાગાળો નિયત કરાયો છે. જ્યારે તા.૧૬ માર્ચે ફોર્મની ચકાસણી થશે અને તા.૧૮ માર્ચ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તા.૨૬ માર્ચે સવારના -૦૦ વાગ્યાથી -૦૦ વાગ્યા સુધી રાજયસભાની ચાર બેઠકો માટેનું મતદાન યોજાશે.

(8:50 pm IST)