Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

વાઘોડિયા તાલુકાના ઝારોડમાં વેપારીને ડોક્ટરના પુત્રએ નશો કરીને ઢોરમાર મારી મોતનેઘાટ ઉતારી દેતા અરેરાટી: હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી

જરોદ:વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે એક વેપારીને તેમની સોસાયટીમાં ઘરની સામે રહેતા ડોક્ટરના પુત્રે દારૃ પીને ધમાલ કર્યા બાદ માર મારતા વેપારીનું કરૃણ મોત નિપજ્યું છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર થઇ ગયેલા ડોક્ટરના પુત્રની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે જરોદમાં શુભમ સોસાયટીમાં રહેતા રાજેશ રમણભાઇ રાણા જરોદ આઉટપોસ્ટની સામે અર્ચના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ધરાવે છે. ગઇકાલે ધૂળેટીનો તહેવાર હોવાથી રાત્રે દશ વાગ્યાની આસપાસ તેઓ પરિવારના સભ્યો સાથે ઘરમાં બેસી વાતચીત કરતા હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા ડો.પ્રવિણ પાઠકનો પુત્ર આદી દારૃ પીને અપશબ્દો બોલતો હતો.

(5:37 pm IST)