Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

તિલકવાડા તાલુકાના વજેરિયા ગામના ૧૮ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામમાં એક ૧૮ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત થતા પોલીસે હાલ અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વજેરિયા ગામના પટેલ ફળીયુંમાં રહેતા અર્પણસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા(ઉ.વ.૧૮)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા તેના પીતરાઈ ભાઈ હરેન્દ્રસિંહ બળવંળસિંહ ચાવડા તેને સારવાર માટે પ્રમુખ સ્વામી હોસ્પીટલ ડભોઈ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે હાલ અ. મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(3:57 pm IST)