Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વિસનગરમાં રેલવે તંત્રની ધીમી કામગીરીના પગલે લોકોને ભારે ટ્રાફિક સમસ્યા: ટુ વહીલર ચાલકને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી

વિસનગર:વિસનગર શહેરના ત્રણ ફાટક પહોળા કરવાની રેલ્વે તંત્રની ધીમી કામગીરીથી શહેરના લોકોને ભારે ટ્રાફીક સમસ્યા સતાવી રહી છે.રેલ્વે ફાટકના વધારે પડતા ઢાળ તથા મેટલ ઉખડેલા હોવાથી ટુ વ્હીલર ચાલકે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફાટકની કામગીરી ઝડપી કરવવા વિસનગરમાં આંદોલન થાય તો નવાઇ નહી.

વિસનગરમાં આઇ.ટી.આઇ ,એમ.એન.કોલેજ તથા ગંજબજાર રેલ્વે ફાટક પહોળા કરવાના રેલ્વતંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. મહેસાણા તારગાં બ્રોડગ્રેજ લાઇન રૃપાતંરની કામગીરીમાં વિસનગરમાં રેલ્વે ટ્રેકની ઉંચાઇ વધવાથી એમ.એન.કોલેજ તથા ગંજબજાર ફાટક આગળ વધારે પડતો ઢાળ આપવામાં આવ્યો છે. વેટ મીક્ષ (મેટલ) નાખવાના કારણે ઉખડી જતા, ઉખડેલા મોટા મેટલના કારણે નાના વાહન ચાલકો પણ અવર જવરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. વ્હીલમાં મોટા પથ્થર આવતા હોવાના કારણે સ્કુટર ચાલક સિનિયર સીટીઝનો પડી જવાના પણ બનાવો બન્યા છે.

(5:30 pm IST)