Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ગાંધીનગરમાં સીવીલ હોસ્પિટલમાં ડોક્ટરની અછતના કારણે દર્દીઓની હાલત કફોડી

ગાંધીનગર:જીએમઇઆરએસ સંચાલીત મેડિકલ કોલેજ સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ ડોક્ટરોની અછત સર્જાઇ છે. જેના કારણે ઓપીડી જીઆર અને એસઆરના હવાલે સોંપી દેવામાં આવી છે તો બીજીબાજુ સર્જરી, ઓર્થોપેડીક અને ગાયનેક ડિપાર્ટમેન્ટમાં પણ ઓપરેશન મુલતવી રાખવાની નોબત આવી છે.

આવી સ્થિતિમાં ડોક્ટર-પ્રોફેસર મેડિકલ કોલેજમાં લેક્ચર લેવા પણ જઇ શક્તા નથી ત્યારે આ મેડિકલ સ્ટૂડન્ટના ભાવી ઉપર પણ સવાલો ઉભા થયા છે ત્યારે તમામ વિભાગના એચઓડી દ્વારા આજે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ આ તમામ બાબતોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વીવીઆઇપીની વિઝીટ વધુ રહે છે તેવી સ્થિતિમાં પ્રોટોકોલ પ્રમાણે તેમના બંદોબસ્તમાં પણ ગાંધીનગર સિવિલની વિવિધ ટીમને તહેનાત રહેવું પડે છે. જેમાં પણ ડોક્ટરોને મોલકવામાં આવે છે આ ઉપરાંત તાજેતરમાં ગાંધીનગર સિવિલના ચાર મેડિકલ ઓફિસરને વર્ગ-૧ની બઢતી સાથે અન્ય જગ્યાએ મુકવામાં આવતા સિવિલમાં ડોક્ટરની અછતમાં વધારો થયો છે.

(5:29 pm IST)