Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કલોલના પાનસરમાં ગાયની હડફેટે વૃદ્ધનુ ગંભીર ઇજાથી સારવાર દરમ્યાન મોત

કલોલ: શહેરના પાનસર ગામમાં ગાયે વૃધ્ધને શિંગડુ મારતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

કલોલના પાસનર ગામમાં રહેતા શ્યામલાલ રામસીંગ ચૌહાણ ઉવ.૬૫ તા.ર૬ ફેબુ્રઆરી ર૦૧૯ના રોજ સાંજે ગામમાંથી પસાર થઈ રહયા હતા તે વખતે રસ્તે રખડતી ગાયે તેમને શિંગડા ભરાવી ગંભીર ઘાયલ કર્યા શતા. શરીરે ગંભીરઈજાઓને લીધે તેમને સારવાર માટે પ્રથમ કલોલના સામુહિક આરોગય કેન્દ્ર ખાતે ખસેડયા હતા.

જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. કલોલ તાલુકા પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી મૃતકની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી મૃતદેહનો કબજે તેના વાલીવારસોને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રખડતાં ઢોરોનો આતંક વધી ગયો છે.

(5:27 pm IST)