Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: મહિલાએ અપશબ્દો બોલવાની ના કહેતા ત્રણ શખ્સોએ જાહેરમાં છેડતી કરી માર મારતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં અસામાજિક તત્વો માથુ ઉચકી રહ્યા છે. વાસણામાં મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ત્રણ શખ્સોએ મહિલાને વાળ પકડી માર મારી છેડતી કરી હતી. એટલું જ નહી મહિલાના પુત્રને પણ માર મારીને ધમકી આપી હતી. આ બનાવ અંગે વાસણા પોલીસે છેડતીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસણા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના પુત્ર સાથે તા. ૪ના રોજ રાત્રે પોતાની સોસાયટી નજીકથી ચાલતા પસાર થઇ રહી હતી, આ સમયે એક્ટિવા પર પસાર થતા ત્રણ શખ્સો ગાળો બોલતા હતા, જેથી ગાળો બોલવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મહિલાની છેડતી કરીને મહિલાના પુત્રને પણ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહી આરોપી પૈકી મહિલાની એક યુવકે છેડતી કરી હતી અને બીજા શખ્સે બન્ને હાથ પકડી રાખ્યા હતા ત્રીજા શખ્સે વાળ પકડીને ગાલ પર લાફો માર્યો હતો. મહિલાએ ફોન કરતા કાકા આવી પહોચ્યા હતા જો કે ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા, કાકા આ યુવકોન ઓળખતા હતા.

(5:22 pm IST)