Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સુરતના લીંબાયતના કામરુનગરમાં પતરાની ત્રણથી વધુ દુકાનોમાં અચાનક આગ ભભુકતા અફરાતફરી : ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ દોડી

સુરતના લીંબાયતમાં ત્રણથી વધુ દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
  આ અંગે મળતી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા કામરું નગરમાં પતરાની 3થી વધુ દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા

(6:58 pm IST)