Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ગાંધીનગર: હાઇવે પર કૂતરું આડે આવતા કાર પલટાઈ: બે વર્ષના બાળકનો ભોગ લેવાયો

ગાંધીનગર:શહેર નજીક આવેલા હાઈવે માર્ગો ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે ધણપ ગામના પાટીયા પાસે કુતરું આડે આવી જતાં પલ્ટી ગયેલી કારમાં સવાર બે માસના બાળકનું મોત નીપજયું છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતાં દિપકભાઈ રમેશભાઈ ગોસ્વામી તેમના પરિવાર સાથે કાર લઈને જયપુર ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહયા હતા.
ગઈકાલે રાત્રે તેમની કાર ધણપ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અચાનક જ રોડ ઉપર કુતરુ આવી જતાં દિપકભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કરતાં કાર પલ્ટી ગઈ હતી દિપકભાઈ તેમજ તેમની પત્ની દિપીકાબેનની સાથે બે માસના બાળક ચિરાગને ઈજાઓ પહોંચી હતી. જો કે બાળક ચિરાગનું મોત નીપજયું હતું. આ સંદર્ભે ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(6:23 pm IST)