Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સુરતમાં નકલી ચલણી નોટ સાથે બે શખ્શો ઝડપાયા:બનાવટી ચલણ શાક માર્કેટમાં વટાવવાનો પ્રયાસ કરતા દબોચી લેવાયા

બંને પાસેથી 100 રૂપિયાના દરની 22 નકલી ચલણી નોટ કબ્જે :સઘન પૂછપરછ

સુરતમાં નકલી ચલણી નોટ સાથે બે શખ્સ ઝડપાયા છે.આ બંને શખ્શો શાક માર્કેટમાં બનાવટી નોટ વટાવવાનો પ્રયાસ કરતા હતા પોલીસે બંને પાસેથી 100 રૂપિયાના દરની 22 નકલી ચલણી નોટ કબ્જે કરી છે.સરથાણા વિસ્તારના વિંટી સર્કલ નજીકથી આ બંને શખ્સો ઝડપાયા હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં બનાવટી ચલણી નોટો સાથે કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ફરીવાર 2 શખ્સો કેટલીક બનાવટી નોટ લઇને ઝડપાતા પોલીસ બેડામાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

    શાક માર્કેટમાં જઇને આ બનાવટી નોટો વટાવતા ઝડપાયેલ બંને લોકોને પોલીસે પૂછપરછ કરતા તેમની પાસેથી કુલ 22 બનાવટી નોટો પકડી પાડી હતી.જો આ નોટો કોની પાસેથી લાવવામાં આવી અને આ બનાવટી નોટો ક્યાં છાપવામાં આવી રહી છે તે અંગે હજી સુધી જાણી શકાયું નથી.  

(1:25 pm IST)