Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

હિન્દી સાહિત્ય પરિષદ દ્વારા મૈથીલીશરણ ગુપ્ત વિશે પરિસંવાદ

અમદાવાદમાં ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી અને હિન્દી સાહિત્ય પરિષદ દ્વારા અમદાવાદમાં રાષ્ટ્રકવિ મૈથલીશરણ ગુપ્ત કા હિન્દી સાહિત્યમે અનુદાન વિષયક પરિસંવાદ યોજાયેલ તેપ્રસંગની મંચ પરની તસ્વીર

અમદાવાદ તા. ૧ર : ગુજરાત હિન્દી સાહિત્ય અકદામી, ગાંધીનગરના અનુદાનથી હિન્દી સાહિત્ય પરિષદના ઉપક્રમ ગુજરાતી-હિન્દીના સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડો. ચંદ્રકાન્ત મહેતાના અધ્યક્ષ-પદે રાષ્ટ્ર કવિ મૈથીલીશરણ ગુપ્ત વિષયક એક દિવસીય પરિસંવાદ અહિંસાભવન, ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઇ ગયો.

જેમાં રાષ્ટ્રકવિ મૈથીલીશરણના જીવન વ્યકિત્વ, સાહિત્ય, પ્રબંધકાવ્યો, કાવ્ય વૈભવ, નારીભાવના, ભાવપક્ષ-કલા પક્ષ વગેરે પાસાં વિશે ૧૦ વિદ્વાન વકતાઓએ લેખ તથા વકતવ્ય પ્રસ્તુત કર્યા હતા. આ પરિસંવાદમાં ડો. ગિરીશ ત્રિવેદી, ડો. વર્ષાબેન પાઠક, ડો. કિશોર કાબરા, ડો. આલોક ગુપ્તા, ડો. માલીબેન દુબે, ડો. હરીશ દ્વિવેદી, પ્રિ.શંકરભાઇ પટેલ, ડો. કવિતા શર્મા, ડો. ધનાનંદ શર્મા, ડો. સુધા શ્રીવાસ્તવ, ડો. પ્રણવ ભારતી વગેરેએ ભાગ લીધો હતો. ડો. મહેતાએ મૈથીલીશરણ ગુપ્તનું હિન્દી સાહિત્યમાં સ્થાન અને પ્રદાનને અનુલક્ષીને માહિતી સભર પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે આત્મપ્રકાશદાસ, વૈકુંઠનાથ, ડો. નટવરલાલ જાની, ડો. ભોપાલસિંહ રાઠોડ તથા કબીર સપ્રદાયના સંત શ્રી નિર્મદસ્વામી ઉપસ્થિત હતા. (૬.૧૧)

(11:49 am IST)