Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

રાજયસભામાં રૂપાલા, માંડવિયા, નારણભાઇ, અમીબેનની ઉમેદવારી

બન્ને પક્ષે બબ્બે ઉમેદવારો જ જાહેર કરતા ચારેય બિનહરીફ થવાનું નક્કીઃ રાજયસભામાં ગુજરાતમાંથી ભાજપના બે સભ્યો ઘટીને ૭ અને કોંગ્રેસના ર વધીને ૪ થશે

ગાંધીનગર તા. ૧ર :.. રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી માટે આજે ગુજરાતમાં ભાજપ તરફથી બન્ને કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા તથા કોંગ્રેસ તરફથી પૂર્વ રેલમંત્રી નારણભાઇ રાઠવા અને હાઇકોર્ટના એડવોકેટ પાર્ટી પ્રવકતા અમીબેન યાજ્ઞિકને પસંદ કરાતા બન્નેએ આજે ચૂંટણી પંચના અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે. આવતીકાલે ફોર્મ ચકાસણી થશે. ફોર્મ પાછા ખેંચવાની તારીખ ૧પ માર્ચ છે. જરૂર પડે તો તા. ર૩ મીએ મતદાન થશે.

કોંગ્રેસ-ભાજપ બન્નેએ બબ્બે ઉમેદવારો જાહેર કર્યા છે. તે જ પ્રમાણે આખરી ઉમેદવારી રહેતો બેય પક્ષના ચારેય ઉમેદવારો બિનહરીફ થઇ જશે. ગુજરાતમાંથી રાજયસભાના ૧૧ સભ્યો પૈકી ૯ ભાજપના છે તે ઘટીને ૭ થઇ જશે અને કોંગ્રેસના બે સભ્યો અહેમદ પટેલ અને મધુસુદન મિસ્ત્રી છે તે વધીને બમણા (૪) થઇ જશે. ભાજપમાંથી એક મહિલા સાંસદ સ્મૃતિ ઇરાની છે. કોંગ્રેસમાંથી એક મહિલા અમીબેન યાજ્ઞિક ચૂંટાય તેવા સંજોગો છે. ગુજરાતમાં હવે પછી રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી ર૦ર૦ માં આવવા પાત્ર છે. તે વખતે ભાજપના ચુનિભાઇ ગોહેલ, લાલસિંહ વાડોદિયા, શંભુપ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી નિવૃત થશે. (પ-૧૦)

(11:48 am IST)