Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોંગ્રેસને મોટો ઝટકો : મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીનું નારાજીનામું : પાટણમાં ટિકિટના વેચાણનો ગંભીર આક્ષેપથી રાજકારણમાં ગરમાવો '

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ પર પણ આકરા પ્રહાર કર્યા

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ભાજપ અને કોંગ્રેસે ટિકિટની ફાળવણીને લઇને નારાજગી જોવા મળી રહી છે. ભાજપે પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને તેઓએ ફોર્મ પણ ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે કોંગ્રેસે તેના ઉમેદવાર અત્યાર સુધી જાહેર નથી કર્યા. તે પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

ભાજપે પાટણ નગરપાલિકા માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે ભંગાણના ભયથી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા. પરંતુ સંભવિત ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વોર્ડ નંબર-3માં કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીની ટિકિટ કપાવાના એધાણને લઈ તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે સાથે કોગ્રેસમાં ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે તેવા ગંભીર આક્ષેપને લઈ ભારે ભૂકંપ સર્જવા પામ્યોછે

વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીની ટિકિટ કપાવાના એંધાણને લઈ તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દઈ કોગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે અને ઘરે-ઘરે જઈ રૂપિયા લઈ ટિકિટની વહેંચણી થઈ રહી છે. વધુમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ પર પણ પ્રહાર કર્યા હતા

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કોંગ્રેસને બગાડી છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ત્યારે અલકા દરજીના કોંગ્રેસ દ્વારા રૂપિયા લઈ ટિકિટ વેચાતી હોવાના આક્ષેપને લઈ પાટણનું રાજકારણ હાલ તો ગરમાયુ છે

(12:17 am IST)