Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમદાવાદમાં ભાજપને મોટો ફટકો : પૂર્વ કાઉન્સિલર જશોદાબેન ઠાકોર સાથે 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

-ગત ટર્મમાં લાંભા વોર્ડમાં સૌથી વધુ મત સાથે જશોદાબેન ઠાકોરે જીત મેળવી હતી

અમદાવાદ: અમદાવાદ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કાઉન્સિલર સાથે અમદાવાદ ભાજપના 500 જેટલા કાર્યકર્તાઓએ કૉંગ્રેસમાં સામેલ થયા છે. લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જશોદાબેન ઠાકોર કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત ટર્મમાં લાંભા વોર્ડમાં સૌથી વધુ મત સાથે જશોદાબેન ઠાકોરે જીત મેળવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અનેવડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.

(12:29 am IST)