Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ગાંધીનગરમાં ટેમ્પાની હડફેટે બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ગાંધીનગર:શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ખ-માર્ગ ઉપર મહાત્મા મંદિર પાસે સે-૧૪ના ખાંચા પાસે ચાંદખેડામાં રહેતાં જયેશભાઈ રાવ તેમનું બાઈક નં.જીજે-૧-ડીએચ-૩૯૬૦ લઈને ગઈકાલે રાત્રે પસાર થઈ રહયા હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થતાં ટેમ્પો નં.જીજે-૧૮-એઝેડ-૩૫૦૦ના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
જેથી જયેશભાઈ નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે તેમના ભાઈ જયંતકુમારની ફરીયાદના આધારે સે-૭ પોલીસે ટેમ્પોના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૂ કરી દીધી છે.

(5:31 pm IST)