Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પાટણ જીલ્લાના કોરડા ગામમાં ગણાત્રા પરિવારના કુળદેવ શ્રી પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાશે

પાટણ તા. ૧ર : ગણાત્રા પરિવારના કુળદેવ પીપળેશ્વર મહાદેવના મંદિરમાં કાલે મહાશીવરાત્રીના હોમ-હવન ભજન-ભાવ અને કિર્તન ભાવ યોજાશે.

લોહાણા સમાજના ગણાત્રા પરિવાર અને સોનીસમાજના કુળદેવ શ્રી પીપળેશ્વર મહાદેવજુ મંદિર પાટણ જીલ્લાના સાંતલપુરના કોરડા ગામે આવેલ છે જયાં શીવરાત્રીના મહાપર્વનો ખુબજ મોટો મેળો ભરાય છે. શીવજીનીત્રણ પ્રહરની આરતી હવન તેમજ ભાવ ભકિતથી શીવજીની આરાધના કરી ભોળાભવનાનથે ભજવામાં આવે છે.

કોરડા ખાતે આવેલા આ અતિ પા્રચિન શીવજીના મંદિરમાં ગણાત્રા પરિવારો પટેલો અને કોરડીયા સોની પરિવારના કુળદેવ છે. પીપળેશ્વર મહાદેવનો દર્શનાર્થ પાટણ શ્રીરાજ,રાજધન પુર, સાંતલપુર, થરા, શીકોરી, ડીસા, ગાંધીધામ-કચ્છ-ભુજ-સૌરાષ્ટ્રમાં વસતા ગણાત્રા પરિવારો અને કાનાબાર પરિવારો મોટી સંખ્યામાં આવે છ.ે

શીવરાત્રીના દિવસે આવતા પરિવારો માટે જમવાની તેમજ રહેવાની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરડા ગામેજ ત્રણના પરિવારના કુળદેવી ચામુંડા ભવાની માંનુ મંદિર મઢ, પણ સમીપમાં આવેલ છે જયા દર પુનમ માતાજીનો હવન યોજાય છે. કોરડા આવવા રાધનપુરથી વારાહી-૩૦ કી.મી. છ.ેકચ્છ અને સૌરાષ્ટ્રમાંથી આવતા પરિવારોને કચ્છના સામખીયાળીની સીધી કંડલા નેશનલ હાઇવે પર વારાહી ગામ આવેલ છે.

(2:28 pm IST)