Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

એર ઇન્ડિયાની મુંબઇ - અમદાવાદ ફલાઇટમાં આગની ઘટનાઃ કોઇ જાનહાનિ નથી

મુંબઈ તા. ૧૨ : એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ગઈ કાલે રાતે અમદાવાદ જવા માટે અહીંથી ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું એ વખતે એમાં આગ લાગી હોવાનું જણાયું હતું.

સત્તાવાર સૂત્રોએ કહ્યું કે એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટના રાતે લગભગ ૯.૨૦ વાગ્યાના સુમારે થઈ હતી.

એર ઈન્ડિયાની એરબસ ફલાઈટ એઆઈ-૦૯૧ અમદાવાદ માટે ટેક-ઓફ કરવાની તૈયારીમાં જ હતી ત્યારે પોર્ટ એન્જિનમાં આગ લાગી હતી. વિમાનના ટેક-ઓફ પર દેખરેખ રાખી રહેલા એરપોર્ટના એક ગ્રાઉન્ડ અધિકારીને પોર્ટ એન્જિનમાંથી ધૂમાડો નીકળતાં દેખાયો હતો અને તરત જ ફલાઈટના પાઈલટને જાણ કરી હતી. પાઈલટે તરત જ વિમાનના બંને એન્જિન બંધ કરી દીધા હતા અને ટેક-ઓફ કરવાનું ટાળ્યું હતું.

પ્રવાસીઓને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને અન્ય ફલાઈટ મારફત એમને રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિમાનને વધુ ચકાસણી માટે ટો કરી જવાયું હતું.(૨૧.૧૧)

(11:49 am IST)