Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં નોંધપાત્ર વધારો

અંબાજી, સોમનાથ, દ્વારકાના મંદિરની આવક ૩૦ થી ૫૦ ટકા વધી

અમદાવાદ, તા.૧૨: ગુજરાતના મોટા મંદિરોમાં કોરોના લોકડાઉનના ૨૦૨૦ના વર્ષની સરખામણીમાં ૨૦૨૧માં ભકતોએ દિલ ખોલીને દાનની સરવાણી વહાવી હતી. નાયબ કલેકટર અને અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા અનુસાર, ૨૦૨૧માં અંબાજી મંદિરને ૫૨.૩૭ કરોડ રૂપિયાનું દાન મળ્‍યું હતું જે ૨૦૨૦ ૩૯.૫૬ કરતા ૩૦ ટકા વધારે હતું. દાનમાં વધારાનું એક કારણ એ પણ છે કે મોટા મંદિરો દ્વારા ઓનલાઇન ડોનેશનની સુવિધા શરૂ કરાઇ છે.
ફીઝીકલ ડોનેશન પણ વધારો નોંધાયો છે. પહેલા સાપ્‍તાહિક ૧૫ થી ૨૦ લાખ રૂપિયાનું દાન મળતુ હતું જે હવે ૨૫ લાખ આપવા તેનાથી વધારે મળે છે. ભકતજનોની મંદિરમાં સંખ્‍યા પણ રોજના ૧૦ હજારથી વધી ગઇ છે.
દેવભૂમિ દ્વારકાના નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિરના વ્‍યવસ્‍થાપર પાર્થ તલસાણીયા અનુસાર ૨૦૨૦-૨૧ દરમ્‍યાન મંદિરને મહિનામાં વધીને ૯.૭૩ કરોડ રૂપિયા થયુ હતું.
ડાકોરના રણછોડરાય મંદિરના દાનમાં પણ ૫૦ ટકાનો વધારો થયો છે. મંદિરના અધિકારીઓ અનુસાર ૨૦૨૦-૨૧માં મંદિરને ૭.૫૩ કરોડનું દાન મળ્‍યું હતું જે ૨૦૨૧-૨૨ના પ્રથમ નવ મહિનામાં વધીને ૯ કરોડ કરતા પણ વધી ગયું હતું. મંદિર અધિકારીઓ અનુસાર મંદિરને મળેલ ઓનલાઇન ડોનેશન ગત વર્ષના ૧૩ લાખ રૂપિયાની સરખામણીમાં ૩ ગણા કરતા પણ વધારે એટલે કે ૪૨ લાખ રૂપિયા થયુ હતું. ૨૦૨૧ના પાંચ દિવસના દિવાળી તહેવાર દરમ્‍યાન અત્‍યાર સુધીનું રેકોર્ડ બ્રેક ૬૨ લાખ રૂપિયા દાન મળ્‍યું હતું.
ભારતના ૧૨ જયોતિર્લીંગમાનુ એક એવું વેરાવળનું સોમનાથ મંદિર ખાતે પણ દાનમાં જોરદાર વધારો થયો હતો. ૨૦૨૦-૨૧ના ૨૩.૨૫ કરોડની સરખામણીમાં ૨૦૨૧-૨૨ એપ્રીલથી નવેમ્‍બરના આઠ મહિના દરમ્‍યાન ૩૦.૨૭ કરોડ રૂપિયાનું દાન મળ્‍યું હતું.

 

(2:35 pm IST)