Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

વાપીના ચાણોદ કોલોનીમાં બે મહિલાની હત્યા અજાણ્યા બે બાઈક સવારો ફાયરિંગ કરી ફરાર

ઘરમાં ટીવી જોઈ રહેલી મહિલાઓની હત્યા : મૃતક બે મહિલાઓમાંથી એક મહિલા ઘરમાં મહેમાન હતી

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપીની ચાણોદ કોલોની વિસ્તાર મહારાષ્ટ્રીયન પરિવારની મહીલાઓ પર ફાયરિંગ થયાની ઘટના બની છે ફાયરિંગ કરીને બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બે બાઈક સવારો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. હુમલો થયો તે વખતે મહિલાઓ ઘરમાં ટીવી જોઈ રહીં હતી. મૃતક બે મહિલાઓમાંથી એક મહિલા ઘરમાં મહેમાન હતી.

 જાણવા મળ્યા મુજબ અજાણ્યા બે બાઇકસવારો ઘરમાં ટીવી જોતી મહિલાઓ પર અંધાધુંધ ફાયરિંગ કરીને ફરાર થયા છે આ હત્યાના બનાવ બાદ પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે

 

(12:26 am IST)