Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સુરતના પુણા આઈ માતા રોડ પર ભંગારના ગોડાઉનમાં ટેમ્પા સાથે તસ્કરો ત્રાટક્યા :ત્રણ લાખના ભંગારની ચોરી :ઘટના સીસીટીવીમાં કેદ

સુરત :સુરતના પુણા આઈ માતા રોડ પરના એક ભંગારના ગોડાઉનમાં તસ્કરો ટેમ્પો લઈને ત્રાટક્યા હતા અને ત્રણ લાખના ભંગારની ચોરી કરીને નાશી છૂટયા હતા જોકે ગોડાઉનની સામેની બાજુએ લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ છે

  સીસીટીવીમાં જોઈ શકાયું હતું કે ત્રણ શખ્સો ટેમ્પો લઈને આવીને ગોડાઉનનું શટર તોડી તેમાંથી ભંગારની ચોરી કરે છે અને બાદમાં ફરાર થઇ જાય છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

(11:58 pm IST)