Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વડોદરા આવાસ યોજના કૌભાંડની તપાસ ચીફ સેક્રેટરીને સુપ્રતઃ વિજયભાઇને ખોટું બ્રીફીંગ કરાયું?

આવાસ યોજના જ ૨૦૦ કરોડની છે તો ૨ હજાર કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે? મેયર ભરત ડાંગરનો અણીયારો સવાલ

વડોદરા તા. ૧૨ : વડોદરાના ચર્ચિત આવાસ યોજનાના ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય યોગેશ પટેલે જા આ મામલે પોતે દોષી ઠરે તો ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેવાની જાહેરાત કરી છે યોગેશ પટેલે આ મામલે મ્યુનિ,કમિશ્નર વિનોદરાવ ઉપર પણ ચોંકાવનારા આક્ષેપો કરીને આ સમગ્ર બાબતે વિજિલન્સ તપાસની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે ૨ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપોને ફગાવતા ભાજપ ધારાસભ્ય શ્રી યોગેશ પટેલે મીડિયા સમક્ષ કહ્નાં હતું કે મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ ભ્રષ્ટાચારી છે. હું આ મામલે મુખ્યમંત્રી રૂપાણી પાસે વિજીલન્સ ઇન્ક્વાયરી માગીશ. આ તપાસમાં જા હું દોષિત ઠરુ તો  હું ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીશ.પરંતુ જા તપાસમાં મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ દોષિત ઠરે તો સરકારે રાવ પર ફોજદારી કેસ કરવો પડશે. શ્રી વિનોદ રાવે અનેક લોકોને ધમકી આપી છે.પત્રકારોને પણ ધમકી આપી છે. અનેક લોકોની મિલકતો રાવે પચાવી છે.

 

દરમિયાન વડોદરાના મેયર શ્રી ભરત ડાંગરે પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા પર લાગેલા આક્ષેપ ખોટા છે. આવાસ યોજના જ ૨૦૦ કરોડની છે તો ૨ હજાર કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે? બીજી તરફ આ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર શ્રી વિનોદ રાવે મીડિયા સમક્ષ કંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો છે.

દરમિયાન આ તપાસ રાજ્યના ચીફ સેક્રેટરીને સોîપાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અખબારી અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રકરણમાં ભાજપના વગદારોએ રીંગ બનાવી મુખ્યમંત્રી આવાસ યોજનામાં પીપીપીના ધોરણે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને તેમની કંપનીઓ વચ્ચેની હિસ્સેદારીમાં વધારો-ઘટાડો કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરને જાણ થતા તેમણે આ કંપનીઓને અપાયેલ કોન્ટ્રાક્ટ રદ કરવાનો નોટિસ ફટકારી હતી. જેથી મેયર અને ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને આ મામલે મ્યુનિસિપલ કમિશ્નર વિરૂદ્ઘ ગેરમાર્ગે દોરતુ બ્રિફિંગ કર્યું હતું. તેમ અખબારી અહેવાલમાં જણાવાયું હતું.

(2:24 pm IST)