Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા

વિજયભાઈએ કહ્યું- આશાબેન પટેલની હાલત નાજુક છે. ડોકટરની ટીમ દ્વારા આશાબેન પટેલને સાજા કરવાના તમામ પ્રયાસ ચાલુ

અમદાવાદ :ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા ઝાયડ્સ હોસ્પિટલમાં પહોંચ્યાં હતા.આ દરમિયાન રૂપાણીએ કહ્યું કે આશાબેન  પટેલની હાલત નાજુક છે. ડોકટરની ટીમ દ્વારા આશાબેન  પટેલને સાજા કરવાના તમામ પ્રયાસ ચાલુ છે.

ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક છે. જેવો હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવો ડેન્ગ્યુના કારણે કેટલાક દિવસથી સારવાર હેઠળ છે.

ડેન્ગ્યુથી આશાબેનને મલ્ટી ઓર્ગન ફેલીયોર થયું છે. જેમાં આશાબેનના હાર્ટ, ફેફસા કિડની લીવર તેમજ કિડનીને વધુ અસર થઇ છે. જેમાં ઝાયડસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વી એન શાહના જણાવ્યા અનુસાર હાલ તેમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પર રાખવામાં આવ્યા છે. તેમજ આશાબેનના શરીરના તમામ અંગો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહ્યા હોવાનું ડૉક્ટરોએ સ્વીકાર્યું છે.

(11:14 pm IST)