Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

સુલતાનપુરા ગામ પાસેથી વિદેશી દારૂ તથા વાહન મળી રૂપિયા 1.38 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી LCB,નર્મદા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગરડેશ્વર તાલુકાના સુલતાનપુરા ગામ પાસેથી વિદેશી દારૂના મુદામાલ સાથે એલસીબી પોલીસે એક શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા એ હાલમાં ચાલતી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પ્રોહીબીશનની વોચ તથા કેસો કરવાની સુચનાના આધારે એલ.સી.બી. સ્ટાફ સાથે ગરૂડેશ્વર પો.સ્ટે,વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક અલ્ટો ગાડી નં.જી.જે .૦૭ - બીએન -૨૯૯૦ નાની શંકાસ્પદ જણાતા અલ્ટો ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૬૪ કિ.રૂ. ૨૬,૪૦૦ સાથે મળી આવતા મહેશભાઇ પરશોતમભાઇ ભીલ રહે . ઉચાદ તા.તિલકવાડા જી.નર્મદાનાને વિદેશી દારૂની બોટલ નંગ -૨૬૪ કિ.રૂ .૨૬,૪૦૦ તથા મોબાઇલ નંગ -૭ કિ.રૂ .૧૨,૦૦૦ તથા અલ્ટો ગાડી -૧ કિ.રૂ .૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૩૮,૪૦૦ના મુદ્દામાલ સાથે અટક કરી તથા રસીકભાઇ ગોરધનભીલ ( રહે, ઉચાદ તા.તિલકવાડા) ને વોન્ટેડ જાહેર કરી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(10:55 pm IST)