Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વડોદરા નજીક દશરથ ગામે સળગતી ચિતામાં યુવકે ઝંપલાવતા દાઝી જવાથી મોત

વડોદરા:નજીકના દશરથ ગામમાં રહેતા 30 વર્ષીય પુનમ ઉર્ફે મુકેશ રમેશ સોલંકી ગામના સિકોતર માતાવાળુ ફળીયુમાં રહે છે. ગઈકાલે દશરથ ગામ પાસે આવેલા સ્મશાનમાં પુનમ ગયો હતો. ત્યારે ડાઘુઓ અગ્નિસંસ્કાર કરી રહ્યા હતા. ત્યારે એકાએક આવેશમાં આવી જઇને સ્મશાનમાં ચાલુ ચિતામાં પુનમે ઝંપલાવી દેતા આખા શરીરે દાઝી ગયો હતો. તેથી ડાઘુઓએ બુમરાણ મચાવી દીધી હતી. બાદ રહીશોએ છાણી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. દરમિયાન પુનમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પુનમને મૃત જાહેર કર્યો હતો. છાણી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

 

(5:48 pm IST)