Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વિરમગામ શહેરના વોર્ડ-8માં આઇઓસી કોલોની વિસ્તારોમાં સી.સી રોડનુ ખાતમૂહુર્ત કરાયુ

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના વોર્ડ-8માં આઇઓસી કોલોની વિસ્તારોમાં સી.સી રોડનુ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. વિરમગામના પુર્વ ધારાસભ્ય ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ સહીતના કાઉન્સીલરોના વરદહસ્તે આઇ.ઓ.સી થી યોગેશ્વર પાર્ક સુધીના સી.સી રોડનુ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું

   . આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, કાઉન્સીલર નિલેશભાઇ ચૌહાણ, કાઉન્સીલર દિપાબેન ઠક્કર, જયદિપભાઇ પાઠક સહીત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(7:53 pm IST)