Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગાંધી વ્યકિત નહિ-વિદ્યાપીઠ છેઃ વિજયભાઇ રૂપાણી

ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીએ વિધાન ગૃહમાં રજૂ કર્યો ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીનો પ્રસ્તાવ : ૧૫૦મી ગાંધી જયંતિ ઉજવણી પૂજય બાપૂના આચાર-વિચાર જીવન કવનને પ્રવર્તમાન યુગમાં આત્મસાત કરવાની ઉજવણી બની રહે

ગાંધીનગર, તા., ૧૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂજય મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગનો પ્રસ્તાવ પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે.

મહાત્મા ગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.  

તેમણે કહ્યું કે, ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલંબન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગાંધીજી પક્ષાપક્ષીથી પર હતા અને એટલે જ સૌ કોઇના સ્વીકૃત હતા, મહામાનવ હતા

વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગદર્શક મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે એમ તેમણે ગાંધી વંદના કરતાં ગૃહ સમક્ષ જણાવ્યું હતું

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, પૂજય બાપૂની કરણી અને કથનીમાં કોઇ તફાવત ન હતો એટલે જ તેમણે સત્યના પ્રયોગો દ્વારા પોતાનું જીવન જેવું છે તેવું ‘‘મારૃં જીવન એ જ મારો સંદેશઙ્ખના ભાવથી આપણી સમક્ષ મૂકયું છે

તેમણે ઉમેર્યુ કે, પૂજય બાપૂએ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે લડાઇ લડીને સ્વતંત્રતાના જંગના મંડાણ કર્યા, પરિવર્તન લાવ્યા અને બ્રિટીશ સલતનતના પાયા ડગાવી નાખ્યા. મહાત્મા ગાંધી સ્વયં સામાજિક પરિવર્તન-સામાજીક ઉત્ત્।રદાયિત્વના સંવાહક બન્યા અને સમાજને લોકશકિતને પોતાની સાથે જોડી અહિંસક સત્યાગ્રહથી આઝાદી અપાવી

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગાંધીજીમાં વૈચારિક સ્પષ્ટતા હતી. ભારતના ભાવિની ચિંતા હતી. તેઓ સ્પષ્ટ માનતા કે છૂઆછૂત દૂર નહિ થાય, સામાજિક સમાનતા નહિ આવે, ગરીબ-દરિદ્ર, ગામડાનો વિચાર નહિ થાય તો આપણો દેશ વિકાસ માર્ગે આગળ નહિ વધી શકે

આ જ ભાવથી તેમણે સર્વોદય, અંત્યોદય અને ગ્રામોત્થાનથી વાત સાથે ટ્રસ્ટીશીપની વિભાવના આપાણને આપી છે. એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ચંપારણ્યમાં દારૂણ ગરીબી જોઇ પોતાના વસ્ત્રો ત્યાગી જીવનભર માત્ર પોતડી પર રહેવાની સંવેદના હોય કે કોચરબ આશ્રમમાં અનુસૂચિત જાતિના પરિવારના પ્રવેશની વાત હોય મહાત્મા ગાંધીએ હંમેશા માનવીય મૂલ્યનિષ્ઠા અને સમાનતા-સમરસતાને જ પ્રાધાન્ય આપ્યું છે

તેમણે પૂજય બાપૂને જાહેરજીવનમાં મૂઠી ઊંચેરા માનવી ગણાવતાં ભાવાંજલી આપવા સાથે કહ્યું કે, બાપૂએ કયાંય કોઇ સત્ત્।નો મોહ ન રાખ્યો, સત્ત્।ાથી જોજનો દૂર રહ્યા અને દેશ-રાષ્ટ્ર માટે સદાસર્વદા ‘‘ત્યેન ત્યકતેન ભૂંજિથાઙ્ખભાવથી સમર્પિત રહ્યા એ જ તેમને વિશ્વમાનવી મહામાનવ બનાવે છે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીના જીવન પર શ્રીમદ રાજચંન્દ્રજીનો પ્રભાવ રહેલો અને જો તેઓ બાપૂને ન મળ્યા હોત તો કદાચ બાપૂ મહાત્મા ન હોત એ જ પરિપાટીએ માર્ટીન લ્યુથર કિંગ, અબ્દુલ ગફાર ખાન ગાંધી કે નેલ્સન મંડેલાના જીવન પર પણ પૂજય બાપૂનો પ્રભાવ રહેલો છે તે આપણું ગૌરવ છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂજય બાપૂએ ખાદીને માત્ર વિચાર નહિ, ગરીબ-દરિદ્રનારાયણની આજીવિકાના આધાર અને સ્વદેશીપણાની ભાવનાથી અપનાવેલી તેની છણાવટ કરતાં કહ્યું કે બાપૂના ખાદીના ઉપયોગ માટેના આગ્રહ, સ્વચ્છતા-સફાઇ, પ્રાર્થનાને મહત્વ અને રદ્યુપતિ રાદ્યવ રાજારામથી વૈષ્ણવજન સુધીના સમગ્ર વિચારોમાં સમાજિક સમાનતા, ઊંચનીચ, છૂઆછૂતના ભેદ મિટાવી સૌ એક રાષ્ટ્રના સંતાનની ભાવના જ પ્રગટ થાય છે

તેમણે ઉમેર્યુ કે, ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીએ તેમના વિચાર-આચાર અને જીવન આદર્શોને પ્રવર્તમાન સમયમાં આત્મસાત કરવાની ઉજવણી બની રહે તેવો આપણો સંકલ્પ હોવો જોઇએ

મુખ્યમંત્રીશ્રીએ આ વિશ્વ માનવમાંથી પ્રેરણા લેવા દુનિયા આખી આવે, બાપૂને સમજે તેમના કાર્યો તેમના જીવન કવનને અનુભવે તે માટે દાંડી સ્મારક, રાજકોટમાં ગાંધી મ્યૂઝિયમ, સાબરમતી આશ્રમ રિનોવેશન જેવા બહુઆયામી પ્રકલ્પો શરૂ કર્યા છે તેની ભૂમિકા આપી હતી

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહના સૌ સભ્યોને પક્ષાપક્ષીથી ઉપર ઉઠી, અમારા કે તમારા ગાંધી નહિ સૌના ગાંધી એવો ભાવ જગાવી સ્વરાજય-સુરાજય-ગ્રામજીવનની ધરોહર ટકાવવા અને ગાંધી વિચાર કાયમ શાશ્વત રહે તે માટે સંકલ્પબદ્ઘ થવા આહવાન કર્યુ હતું.

 *પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અમારા કે તમારા ગાંધી નહિ સૌના ગાંધીનો ભાવ જગાવી ગ્રામોત્થાન અંત્યોદય ઉત્થાન સર્વોદય સ્વરાજય સુરાજય રામરાજયની ધરોહર ટકાવી રાખવા સભ્યોને આહવાન

 *મહાત્મા ગાંધીએ સામાજિક પરિવર્તન-સામાજીક ઉતરદાયિત્વના સંવાહક બની લોકશકિતને સત્યાગ્રહ માર્ગે જોડી અહિંસક આઝાદી અપાવી

 *વૈચારીક સ્પષ્ટતા ભારતના ભાવિની ચિંતા ટ્રસ્ટીશીપની ભાવના અને ત્યેન ત્યકતેન ભૂંજિથાનો ભાવ બાપૂને મહાત્મા બનાવે છે

(3:34 pm IST)