Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કરમસદ નજીક વાહનની રાહ જોઈ ઉભેલ મુસાફરને ગઠિયાએ રિક્ષામાં બેસાડી લૂંટી લેતા બેની ધરપકડ

કરમસદ: ખાતે રહેતા બટુકસિંહ રાઠોડ અને તેમના પત્ની પ્રતાપબા તારાપુર ચોકડીથી આણંદ જવા માટે તારાપુર ચોકડીએ વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે એક સીએનજી રીક્ષા આવી ચઢી હતી જેમાં અગાઉથી ત્રણ શખ્સો બેઠા હતા. 

આ રીક્ષામાં બેસીને દંપતી આણંદ તરફ આવવા નીકળ્યું હતુ. દરમ્યાન પલોલ ગામ આવતા નજર ચુકવીને થેલામાં મુકેલા રોકડા ૫૧ હજાર ચોરી કરી લીઘા હતા. ત્યારબાદ પલોલ પીકઅપ સ્ટેન્ડ નજીક દંપતીને નીચે ઉતારીને તમો અહીં ઉભા રહો અમો એક પેસેન્જરને ઉતારીને આવીએ છીએ તેમ જણાવીને રીક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને સલીમભાઈ ઉર્ફે અમદાવાદી યુનુસભાઈ વ્હોરાને ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછમાં સલીમ ઉર્ફે સલ્લુ મહંમદભાઈ શેખ અને અબ્દુલવહાબ મહેબુબભાઈ શેખ (રે. અમદાવાદ, દાણીલીમડા)ના નામો ખુલવા પામ્યા હતા. પરંતુ આ બન્ને શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. દરમ્યાન આ બન્ને તારાપુરથી સોજીત્રા તરફ રીક્ષા લઈને આવતા હોવાની એક માહિતી સોજીત્રા પોલીસને મળતાં જ પોલીસે વોચ ગોઠવીને બન્નેને સીએનજી રીક્ષા સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ઘરી છે જે દરમ્યાન કેટલીક ચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(5:20 pm IST)