Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

દક્ષિણ ગુજરાતમાં શીતલહેરઃ નવસારી ૧૦ ડિગ્રી

વલસાડમાં ૧૧.૬ ડિગ્રીથી વિસ્તાર ઠંડોગારઃસુરત ૧૫.ર ડિગ્રી

વાપી તા.૧૧: સમગ્ર ક્ષિણ ગુજરાત પંથકમાં શીતલહેરનો સુસવાટો ફરી વળતા પ્રજાજનોને શિયાળાના પ્રારંભનો અહેસાસ થઇ રહયો છે.

રાજયના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડયો છે ત્યારે દ.ગુજરાત પંથકમાં તાપમાનનો પારો ૪ ડિગ્રીથી પણ વધુ નીચે ઉતરી જવા પામ્યો છે.

નવસારીમાં પારો ઉતરીને ૧૦ ડિગ્રી સુધી પહોંચતા રાજયમાં સૌથી લઘુતમ તાપમાન અહીં નોંધાયું છે. જેને પગલે પ્રજાજનો ઠુઠવાયા હતા. હવામાં ૯૮ ટકા ભેજ જણાયો હતો જે બપોર સુધીમાં ઘટીને ૫૦ ટકાએ પહોંચ્યો હતો.

જયારે ઉત્તર-પૂર્વ દિશાએથી ર.૯ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનોએ ઠંડીનો ચમકારો બતાવ્યો હતો. વલસાડમાં પણ લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૧.૧ ડિગ્રી નોંધાયું હતું.

સુરતમાં પણ કાંઇક આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૫.ર ડિગ્રી ઉપર પહોંચ્યો  હતો.

હવામાન વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક વેર્સ્ટન ડિર્સ્ટબન્સની અસરને પગલે આ માહોલ સર્જાયો છે. ગુજરાતના ન્યુનતમ તાપમાનમાં હજીપણ ર ડિગ્રી ઘટાડાની શકયતા જોવાઇ રહી છે. (૧.૧૨)

 

(8:24 pm IST)