Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

શ્રેણીબદ્ધ વેધક પ્રશ્નો કરવામાં આવ્યાઃ પૂર્વ સૈનિકોના ન્યાયની માંગ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નો......

અમદાવાદ,તા. ૧૧, (૧)        ગત તા.૧૭-૨-૨૦૧૪ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકારે વન રેન્ક, વન પેન્શન યોજનાનો સ્વીકાર કર્યો હતો અને નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫થી રક્ષાબળોના દરેક રેન્કના અધિકારીઓ માટે વન રેન્ક, વન પેન્શન લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જો કોંગ્રેસે સ્પષ્ટ અને નિષ્પક્ષ રીતે વન રેન્ક, વન પેન્શનના નિર્ણયને અપનાવ્યો હતો તો, પછી મોદી સરકાર દ્વારા આ નીતિને કેમ અપનાવતી નથી ? શું આ બાબત સૈનિક વિરોધી નથી ?

(૨)    મે-૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર બની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા બાદ દોઢ વર્ષ પછીએક નોટિફિકેશન બહાર પાડી ત્રણેય સેનાઓના ૪૦ ટકા સૈનિકોને વન રેન્ક, વન પેન્શનનો ફાયદો આપવાની ના પાડી હતી. તો શું ત્રણેય સેનાઓના બધા સેવાકારી સૈનિકોને વન રેન્ક, વન પેન્શનના ફાયદાથી વંચિત રાખવા તેમની સાથે અન્યાય નથી?

(૩)    કેન્દ્રની મોદી સરકારને જૂલાઇ-૨૦૧૪થી આ નિર્ણય લાગુ કરવામાં શું તકલીફ હતી ? કોંગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર દ્વારા લાગુ વન રેન્ક, વન પેન્શનને નકારીને મોદી સરકાર કેમ ભૂતપૂર્વ સૈનિકોને તેમને મળવાપાત્ર લાભથી વંચિત રાખી રહી છે?

(૪)    મોદી સરકારે પાંચ વર્ષ પૂરા થયા બાદ પેન્શનની પુનઃ સમીક્ષાની શરત કેમ રાખી છે ?

(૫)    નિવૃત્ત અને સેવાકારી ભૂતપૂર્વ સૈનિકકો સહિતના બધા જ લાભાર્થીઓની પાંચ કમીટી સભ્યોની જગ્યાએ વન રેન્ક, વન પેન્શનની સમીક્ષા એક જ કમીટી સભ્ય દ્વારા કેમ કરવામાં આવી?

(૬)    કોંગ્રેસ પાર્ટી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ વન રેન્ક, વન પેન્શનમાં ભૂતપૂર્વ સૈનિકોને સર્વાધિક વેતનના આધારે પેન્શન મળતુ હતું. મોદી સરકારે એકતરફી વ્યવસ્થા લાગુ કરીને ભૂતપૂર્વ સૈનિકોને ફાયદાથી વંચિત કેમ રાખ્યા, જેનાથી વિભિન્ન પેન્શન ભોગવતા પેન્શનમાં અસમાનતા આવી જશે.

(૭)    મોદી સરકારે તા.૭-૨-૨૦૧૭ના નિર્ણય અનુસાર વન રેન્ક, વન પેન્શન લાગુ કરવાની જગ્યાએ આની માંગ કરનાર સૈનિકો અને સૈનિકોની વિધવાઓ પર અત્યાચાર કરી તેમની ધરપકડ કેમ કરી રહી છે?

(૮)    શ્રીમતી ઇન્દિરાગાંધીએ સંસદમાં નિર્ણય જાહેર કર્યો હતો કે, સરકાર પૂર્વ સૈનિકોના બાળકોનો ખર્ચ ઉઠાવશે. આ નિયમ આજદિન સુધી લાગુ છે. મોદી સરકારે તા.૧૩-૯-૨૦૧૭ના રોજ સાતમા પગારપંચનો હવાલો આપીને આ સુવિધા પ્રતિ માસ માત્ર રૃ.૧૦ હજાર સીમિત રાખવાનો નિર્ણય લીધો છે. દેશના સૈનિક અને તેમના બાળકો સાથે આવો અન્યાય કેમ ?

(૯)    ન્યાય માંગી રહેલા એક શહીદ આદિવાસી સૈનિકની બેટી પર મુખ્યમંત્રી વિજય રૃપાણીની જાહેરસભામાં ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા જમીન પર ઘસડીને કેમ લાઠીઓ વીંઝવામાં આવી ? શું પૂર્વ સૈનિક પરિવારોને ભાજપના શાસનમાં મદદની જગ્યાએ ફકત ધુત્કાર અને અન્યાયનો જ રસ્તો મળ્યો છે?

(૧૦)   પૂર્વ સૈનિકો અને તેમની વિધવાઓ અને પરિવારજનોના ન્યાયને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ જવાબ આપે

(11:04 pm IST)