Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મોદી હાર જોઇને ગભરાયા છે : મનમોહનસિંહનો દાવો

પાકિસ્તાની અધિકારીઓ સાથે મિટિંગ અંગે ખુલાસોઃ ગુજરાતના વિષય ઉપર કોઇપણ ચર્ચા થઇ ન હતી : સિંહ

અમદાવાદ,તા.૧૧, પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને હાઇકમિશનરની સાથે ડિનર મિટિંગના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપો ઉપર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આજે મૌન તોડ્યું હતું. તેમણે મોદીના આરોપોને આઘાતજનક તરીકે ગણાવીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હારને જોઇને મોદી આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ગભરાઈ ગયા છે. જેથી હવે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાને બેઠક દરમિયાન ગુજરાત પર ચર્ચા થઇ હોવાનો સાફ ઇન્કાર કર્યો હતો. મનમોહનસિંહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને નરેન્દ્ર મોદીથી રાષ્ટ્રીયતા શિખવાની જરૃર નથી.

મોદીની પાકિસ્તાન યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, મોદીને યાદ અપાવવા માંગે છે કે, ઉધમપુર અને ગુરદાસપુરમાં ત્રાસવાદી હુમલા બાદ બોલાવ્યા વગર મોદી પાકિસ્તાન પહોંચી ગયા હતા. હુમલાની તપાસ માટે તપાસ ટીમ પણ આવી હતી.

(11:01 pm IST)