Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ગોલ્ડન ચોકડી પાસે 44 લાખના વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે 3 ઝડપાયા: 2 દિવસના રિમાન્ડ મંજુર

વડોદરા:ગોલ્ડન ચોકડી નજીકથી રૃપિયા ૪૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક ગત સપ્તાહે પકડાયો હતો. જે કેસમાં હરણી પોલીસે વધુ એક આરોપીને પકડી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે, ગત ૨જી ડિસેમ્બરે ગોલ્ડન ચૌકડી ઓવરબ્રીજ નીચેથી પસાર થતી રૃપિયા ૪૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સ્ટેટ મોનિટરીંગ સેલે પકડી હતી. પોલીસે જે તે સમયે ત્રણ આરોપીઓ ૧. લીયાકતઅલી લાલમહંમદ પઠાણ (રહે. મહોલ્લા ઘાટી દરવાજા તા.અલુંબર જિ.ઉદેપુર રાજસ્થાન ૨. અજીમભાઇ સલીમભાઇ પઠાણ (રહે. આરાપોર ગામ તા.જિ.ડુંગરપુર રાજસ્થાન) અને ૩. મહંમદ કાસીમ ઉર્ફે સોનુ મહંમજીદ શેખ (રહે. તુર્કી દરવાજા સલમ્બુર જિ.ઉદેપુર) રાજસ્થાને પકડયાં હતાં.

આ કેસમાં વધુ એક આરોપી આસીફ યુસુફખાન પઠાણ (રહે. જલ્લારાગામ તા. સલુમ્બર જિ.ઉદેપુર રાજસ્થાન) ને પકડાયો છે.

દારૃનો જથ્થો જલધરથી કમલેન્દ્રસિંહ રાજપૂત પાસેથી લીધો હોવાનું આરોપી જણાવતો હોય તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે. આરોપી પાસે કેટલી ટ્રકો છે? જેનાં તે દારૃની હેરાફેરી કરે છે? વિધાનસભાની ચુંટણી અન્વયે મોટા પ્રમાણમાં દારૃનો જથ્થો ઘુસાડવાના રેકેટમાં અન્ય કોણ તેમાં સામેલ છે? વિગેરે મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરી હરણી પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

ઉલ્લેખનીય છ કે પકડાયેલી ટ્રકના માલિકના સરનામાં અલગ-અલગ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૃ કરી છે.

(2:22 pm IST)