Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કરજણ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા હવે કોંગ્રેસનો હાથ પકડશે

કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ટિકિટનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો

વડોદરા ; કરજણ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બાદ હવે કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાએ નારાજગી વ્યક્ત કરીને કૉંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે.. સતીશ નિશાળીયાનો આક્ષેપ છે કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ટિકિટનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંગઠનના તમામ કાર્યકરો નારાજ છે અને ચૂંટણી લડવાના મૂડમાં છે

(10:51 pm IST)