Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં જૂની અદાવતે માથાભારે ટોળકીએ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારની  પ્રયાગરાજ સોસાયટીના ઘર આંગણે જૂની અદાવતે ધસી આવેલા માથાભારે સહિત પાંચ જણાએ મળી બેકાર યુવાન સાથે ટકરાર કરી હતી. તમામે યુવકની ભારે ધોલાઈ કરીને તેનું માથું દીવાલ સાથે અથડાવી મૂઢ માર મારીને લોહી લુહાણ કરી દીધો હતો. મારી નાખવાની ધમકી અને ગાળો ભાંડી ટોળકી ફરાર થઈ જતા ઘટના સ્થળે સ્થાનિક રહીશો એકત્ર થયા હતા. પોલીસે ટોળકીના તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છેપોલીસે જણાવેલી વિગત એવી છે કે વાઘોડિયા રોડ રંગ વાટિકા ની બાજુમાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં રહેતો શૈલેષ અગ્રવાલ રાત્રે ૧૧ વાગ્યાના  સુમારે ઘરના કમ્પાઉન્ડ ઉભો હતો ત્યારે અચાનક પીધેલી હાલતમાં આવેલા યુવક તમામ કપડાં કાઢી નગ્ન થઈ ગયો ત્યારે જીત ઉર્ફ જીતેન્દ્ર પેઇન્ટર  સરજીત (રહે રહે શ્યામ સુંદર સોસા.-૨ વાઘોડિયા રોડ) ઘસી આવ્યો હતો. જેથી બેકાર શૈલેશે કહ્યું કે આને લઈ જાવ, એને કાંઈ ભાન નથી ત્યારે જીત પેન્ટરે કહ્યું કે તને શેની ટણી છે. એમ કહીને બેકાર યુવકને ગાળો દેવા લાગ્યો હતો. દરમિયાન તેના અન્ય ચાર સાગરીતો એકાદશી આવ્યા હતા તમામ પાંચે ભેગા મળીને બેકાર યુવકની ભારે ધોલાઈ કરી મૂઢ માર માર્યો હતો. તમામે ભેગા મળી બેકાર યુવકનું માથું પકડીને દિવાલ સાથે ભટકાવ્યું હતું. મારી નાખવાની ધમકી આપીને ટોળકી ફરાર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જીત પેન્ટરે  તા. નવમીએ રાતે આ માથાભારે યુવકે બેકાર યુવક સાથે તકરાર કરી હતી જેની અદાવતે તમામે હુમલો કર્યો હોવાની ફરિયાદ ઇજાગ્રસ્તે બાપોદ પોલીસ મથકે નોંધાવી છે

(6:31 pm IST)