Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

નડિયાદમાં જોબ આપવાની લાલચ આપી અજાણ્યા શખ્સે 87 હજારની ઉચાપત કરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

નડિયાદ : ઇન્ટરનેશનલ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા એક આધેડને અજાણ્યા શખ્સેે એમેઝોન કંપનીમાં ઓનલાઇન જોબ મળશે તેવી ખોટી જાહેરાત ઓનલાઇન ફેસબુક પર મૂકી એમેઝોન માલ નામવાળી તથા ફોટાવાળી ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી રૃ. ૮૭,૭૦૮ ની ઠગાઈ કરી હોવાની ફરિયાદ શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ જુના ડુમરાલ રોડ અનેરી હાઈટસ ખાતે અનિલકુમાર માતુસ કુરિયન રહે છે. તેઓ ક્રેવ ઇન્ટરનેશનલ કંપની માં સેલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓનું એચડીએફસી બેન્ક માં એકાઉન્ટ છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. અને ફેસબુક તથા વોટસએપ વાપરે છે. દરમિયાન તા.૨૯ સપ્ટેમ્બર ના રોજ ફેસબુક આઇડીમાં એક એડ જોવા મળી હતી. જેમાં એમેઝોન કંપની માં ઓનલાઇન જોબ મળશે. અને બાજુમાં એપ્લાય નાઉ પર ક્લિક કરતા એક ફોર્મ ઓપન થયું હતું. જેમાં અનિલકુમારનું નામ તથા મોબાઈલ નંબર દેખાયો હતો. અને સબમીટ પણ થઈ ગયો હતો. દરમિયાન એક મેસેજ આવ્યો હતો. જેમાં એમેઝોનમાં ઓનલાઇન નોકરી કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો નીચેની લીંક ઓપન કરી રૃ. ૩૦૦ સભ્ય ફી ભરવા જણાવેલ હતું. દરમિયાન ચેટમાં રૃ. ૧,૦૦૦ કોઈ એમેઝોન માં ઓનલાઈન પ્રોડક્ટ ખરીદવાનું ટાસ્ક આપેલ હતો. જેના ખરીદ ઓર્ડર પાછળથી કેન્સલ કરી રૃપિયા પાછા આવી જશે. અને કમિશન પણ મળશે. જેથી અનિલ કુમાર અજાણ્યા ઇસમની વાતોમાં આવી બે ટ્રાન્જેક્શન કરી રૃ. ૮૭,૯૦૮ ભર્યા હતા. દરમિયાન તેઓને કોઈ જોબ લેટર કે ભરેલ રૃપિયા પરત ન મળતા પોતાની સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનું માલુમ પડયું હતું. આ સંદર્ભે અનિલ કુમાર કુરિયને શહેર પશ્ચિમ ફરિયાદ નોંધાવતા  છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:29 pm IST)