Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગાંધીનગર જિલ્લામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં જુગારની બદી અટકવાનું નામ નથી લેતી ત્યારે પોલીસે પેથાપુરના વણકરવાસમાં દરોડો પાડીને સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા છ શખ્સો ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ સહિત ૧૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલમાં ચૂંટણીની આચારસંહિતાને પગલે પોલીસ દારૃ જુગારના કેસ વધારી રહી છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની બદીને અટકાવવા માટે ઠેકઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં પેતાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, પેથાપુરમાં આવેલા નવા વણકરવાસમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઇટના અજવાળે કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડીને પેથાપુરમાં રહેતા રાકેશ રામાભાઇ નાયક, ધર્મેન્દ્ર રેવનદાસ સાધુ, જયેશ મહેન્દ્રભાઇ રાઠોડ, દિવક રેવનદાસ સાધુ, કમલેશ ખેમદાસ સાધુ અને જુબેર અહેમદ જહુર મહમ્મદ રાઠોડને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧૦,૮૦૦ની રોકડ કબ્જે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:28 pm IST)