Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોંગ્રેસ કાલે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની હાજરીમાં મેનીફેસ્‍ટો જાહેર કરશે !

નવી દિલ્‍હી, તા.૧૧: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્‍યારે તમામ રાજકિય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, હાલ ચૂંટણીની તારીખ જાહેર  થઇ ગઇ હોવાથી પાર્ટીઓ ઉમેદવારોની  યાદી જાહેર કરી રહી છે, ભાજપે ગઇકાલે ૧૬૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્‍યારે  કોંગ્રેસે ગઇકાલે ૪૬ ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ પહેલા ૪૩ ઉમેદવારની યાદી જાહેર કરી દીધી હતી. હવે મતદારોને આકર્ષવા માટે આવતીકાલે કોંગ્રેસ મેનીફેસ્‍ટો જાહેર કરી શકે છે. આ મેનીફેસ્‍ટો કોંગ્રેસના અધ્‍યક્ષ ખડગેની  ઉપસ્‍થિતિમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં આવતીકાલે આવશે અને તે મેનિફેસ્‍ટો જાહેર કરશે ,પાર્ટીએ હાલ બે ઉમેદવારની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ માટે હાલ આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસ એક સાંધે ત્‍યાં તેર તૂટે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

(3:32 pm IST)