Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ ભવ્ય રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભર્યુંં

રાજકોટ,તા. ૧૧: યુવા નેતા તેમજ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ભવ્ય રોડ-શો યોજી ઉમેદવારી પત્ર ભરવા ગયા છે. રાજ્યસભા સાંસદ શ્રી રાઘવ ચઢ્ઢા અને શ્રી ગોપાલ ઇટાલિયા ભગવાનના આશિર્વાદ મેળવી 'પરિવર્તન રેલી' સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા.
આજે સવારે હરિદર્શનનો ખાડો,બાલાજી નગર, ડભોળી ચાર રસ્તા,વાળીનાથ ચોક, ધનમોરા, મગનનગર, લલિતા ચોકડી, કંતારેશ્વર મંદિર, ચિકુવાડી, હરિઓમ મિલ, વેડ દરવાજા, જીલાનિબ્રીજ, અડાજણ પાટિયા, ગુજરાત ગેસ સર્કલ, સરદાર બ્રિજ અઠવા ગેટ, જુની બહુમાળી સુધી પરિવર્તન રેલી યોજાઇ હતી.

 

(12:07 pm IST)