Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજકોટ - ગાંધીધામ - ભુજમાં આયકર ખાતાનાં દરોડા

૩૦ જેટલા સ્‍થળોએ ઓપરેશન : ૨૦૦ થી વધુ ઓફિસરોનો કાફલો ત્રાટકયો : મોટી બેનામી સંપતિ મળવાના એંધાણ:રિયલ એસ્‍ટેટ સહિત ફાઇનાન્‍સ બ્રોકરોને ત્‍યાં એકસામટી કાર્યવાહી

અમદાવાદ, તા.૧૧: ગુજરાત વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્‍યારે ગુજરાતના અનેક શહેરોમાં આઇટીના દરોડાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્‍યમાં ભૂજ, રાજકોટ, ગાંધીધામમાં આઇટીએ દરોડા પાડ્‍યા છે. આ દરોડા રિયલ એસ્‍ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્‍સ બ્રોકર પર પાડવામાં આવ્‍યા છે. આ દરોડામાં ૨૦૦થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામેલ થયા છે. આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્‍ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે આ સાથે ફાાઇનાન્‍સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આઇટી દરોડામાં ભારે બેનામી સંપત્તિ મળી આવવાના અંધાણ છે. હાલ ૩૦થી વધુ સ્‍થળો પર આઇટીના દરોડા ચાલી રહ્યા છે. આઇટીના દરોડાના નિવાસ્‍થાન અને ઓફિસ પર ભારે તવાઇ આઇટી વિભાગે બોલાવી છે.  તમામ એકાઉન્‍ટની  સાથે ઘર ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે.

(10:06 am IST)