Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ સહિત અનેક મોટા નેતાઓ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી શકે

ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, દીપક બાબરીયા, મધુસૂદન મિસ્ત્રી અથવા તેમના પત્ની ચૂંટણી લડી શકે :રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી લડે તેવી શકયતા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીની યાદી જાહેર થયા બાદ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે.આ દરમિયાન એવા સમાચારો આવી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ સહિત અનેક મોટા નેતાઓ ચૂંટણીના મેદાનમાં આવી શકે છે.મળતી માહિતી પ્રમાણે જગદીશ ઠાકોર ચૂંટણી લડી શકે છે.

  કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ગુજરાતના તમામ સિનિયર નેતાઓને ચૂંટણી કડવા સૂચના આપી હોવાની માહિતી સામે આવી છે. ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, દીપક બાબરીયા, મધુસૂદન મિસ્ત્રી અથવા તેમના પત્ની ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત રાજ્યસભાની સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી લડી શકે છે

(12:15 am IST)