Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઇને વિસનગરથી લડશે ચૂંટણી :અર્બુદા સેના 'આપ'ને સમર્થન કરવા મેદાનમાં

ઉત્તર ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર આવી શકે: 15મીએ આપ માં જોડાવવાની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા

અમદાવાદ : ઉત્તર ગુજરાતના મોટા નેતા વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટી સાથે જોડાઇને તેમની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી બીજેપીએ પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજેપીએ અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપતા તેઓ નારાજ થયા છે.

આ બધા વચ્ચે હવે વિપુલ ચૌધરીએ બીજેપી સામે મોરચો ખોલી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. બીજી તરફ વિપુલ ચૌધરીની પીઠબળ તરીકે અર્બુદા સેના ઉભી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અર્બુદા સેના આમ આદમીને સપોર્ટ આપવા માટે મેદાનમાં ઉતરી રહી છે.

ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીનું મોટું નામ છે. આ સમાચાર ઉત્તર ગુજરાત માટે મહત્વપૂર્ણ સમાચાર છે અને સૌથી મોટા સમાચાર છે. જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઇને ચૂંટણી લડે છે તો ઉત્તર ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર આવી શકે છે. જોકે, આ અંગે વિપુલ ચૌધરી કે અર્બુદા સેના તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(10:51 pm IST)